બરોડા હાઇસ્કૂલ, દંતેશ્વર, ગુજરાતી માધ્યમ
સંસ્કારી નગરી વડોદરામાં આવેલ બરોડા હાઇસ્કૂલ શિક્ષણ જગતમાં ખૂબ જ સન્માનનીય સ્થાન પામેલ છે. વર્ષ ૧૯૯૬ થી કાર્યરત શાળામાં પૂર્વ પ્રાથમિક વિભાગથી ઉચ્ચતર માધ્યમિક વિભાગના સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૧૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વર્ષ ૧૯૬૧થી સ્થાપિત સંસ્થા બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત બરોડા હાઈસ્કૂલ, દંતેશ્વર એકમાત્ર ગુજરાતી માધ્યમ ધરાવતી શાખા છે. શાળા પૂર્વ પ્રાથમિક થી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહ ધરાવે છે.
આચાર્યનો સંદેશ
Mr. Dushyant Desai
Principal, Pre Primary to Higher Secondary Section, Baroda High School, Danteshwar Gujarati Medium
મિત્રો, માનવ સમાજને જો સૌથી મૂલ્યવાન અને નિષ્ઠાવાન બનાવવું હોય તો શિક્ષણ ખૂબ જ જરૂરી છે. શિક્ષણ જ એવું માધ્યમ છે જે સમાજમાં પરિવર્તન લાવી શકે છે જેના માટે મુખ્ય આધાર સ્તંભ વિદ્યાર્થી, શિક્ષક અને વાલી. હવેની શિક્ષણ પ્રણાલી મુજબ ત્રણેયના સહકાર અને સંકલન વગર પરિવર્તન શક્ય નથી. હાલ શિક્ષણમાં પણ મોટાપાયે પરિવર્તનનો સમય ચાલી રહ્યો છે જે લાંબા સમય સુધી રહેશે. જે વિદ્યાર્થી, શિક્ષક કે વાલી આ પરિવર્તનને સ્વીકારી નવું શીખવા પ્રેરાશે એ આધુનિક શિક્ષણને અપનાવીને પોતાના ઉચ્ચતમ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સક્ષમ બની શકશે. આવો… આ પરિવર્તનના માર્ગને સહર્ષ અપનાવીએ, ‘કર્મણ્યે વાધિકારસ્તે’ ને અપનાવી આપણું કર્મ તો કરીએ જ… ફળ પરમેશ્વર પર છોડીએ…!