બરોડા હાઇસ્કૂલ, દંતેશ્વર, ગુજરાતી માધ્યમ

સંસ્કારી નગરી વડોદરામાં આવેલ બરોડા હાઇસ્કૂલ શિક્ષણ જગતમાં ખૂબ જ સન્માનનીય સ્થાન પામેલ છે. વર્ષ ૧૯૯૬ થી કાર્યરત શાળામાં પૂર્વ પ્રાથમિક વિભાગથી ઉચ્ચતર માધ્યમિક વિભાગના સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૧૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વર્ષ ૧૯૬૧થી સ્થાપિત સંસ્થા બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત બરોડા હાઈસ્કૂલ, દંતેશ્વર એકમાત્ર ગુજરાતી માધ્યમ ધરાવતી શાખા છે. શાળા પૂર્વ પ્રાથમિક થી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહ ધરાવે છે.

Our Vision

અમે બધા બાળકોને બૌદ્ધિક, સામાજિક, શારીરિક અને સંવેદનાત્મક વિકાસ માટે સુરક્ષિત અને સહકારપૂર્ણ વાતાવરણ પૂરું પાડીએ છીએ. અમે બધા જ બાળકોને એક અનન્ય અને અજોડ વ્યક્તિ તરીકે સ્વીકારીએ છીએ અને તેમની દરેક ક્ષમતાને ખીલવવાનો પ્રયત્ન કરીએ છીએ. જેથી તેઓ દરેક પડકારને ઝીલી શકે અને જાગૃત નાગરિક બની શકે.

Our Mission

અમે દરેક બાળકને જ્ઞાનપિપાસુ બનવા માટે બૌદ્ધિક, શારીરિક અને ભાવનાત્મક વિકાસ માટેની સમાન તકો માટે સુરક્ષિત અને અનુકૂળ વાતાવરણ પૂરું પાડીએ છીએ. દરેક બાળકની અભિન્ન વ્યક્તિ તરીકે તેની ક્ષમતાઓ પૂર્ણપણે વિકસિત થાય અને ભવિષ્યમાં જાગૃત નાગરિક તરીકે સમાજમાં પોતાનું સ્થાન ઊભું કરી શકે તેવા પ્રયત્નો કરીએ છીએ. ટેકનોલોજીની સાથે માનવ મૂલ્યોનું સિંચન કરી પોતાના જીવનમાં આચરણ કરી પોતાને વિકસાવે.