Facilities
ગણિત લેબમાં ગાણિતિક અવધારણા પાકી કરવા માટે જરૂરી ટ્રસ્ટ તરફથી અપાયેલ TLM, અનુભવ કીટ મુકાયેલ છે. જેના થકી બાળકો જાતે સ્વ અનુભવ દ્વારા અવધારણા સમજી શકે.
જેમાં બાળકો પોતાના નવીન વિચારોને અમલમાં મુકીને નવા – નવા અવનવા સ્વયં સંચાલિત સાધનો બનાવે છે. આ શાળામાં બાળકોને પોતાનો સર્વાંગી વિકાસ સાધવા માટે પદવીધર અને કર્તવ્યનિષ્ઠ શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવે છે.
શાળાનું પુસ્તકાલય એ શાળાનો અરીસો હોય છે! અરીસાના પ્રકાર પ્રમાણે જેમ એમાં જુદા જુદા પ્રતિબિંબ દેખાય તેમ અમારી શાળા ‘બરોડા હાઇસ્કુલ દંતેશ્વર’નું પુસ્તકાલય પણ કંઈક અલગ જ આભા ધરાવે છે.
Read More ↓શાળા પુસ્તકાલય (SCHOOL LIBRARY)
શાળાનું પુસ્તકાલય એ શાળાનો અરીસો હોય છે! અરીસાના પ્રકાર પ્રમાણે જેમ એમાં જુદા જુદા પ્રતિબિંબ દેખાય તેમ અમારી શાળા ‘બરોડા હાઇસ્કુલ દંતેશ્વર’નું પુસ્તકાલય પણ કંઈક અલગ જ આભા ધરાવે છે.
પુસ્તકાલયમાં પ્રવેશ કરતાની સાથે જ ખૂબ જ સુંદર બેઠક વ્યવસ્થા ગોઠવેલી છે.આરામદાયક, સુઘડ અને હવાની અવરજવર ધરાવતી બેઠક વ્યવસ્થા જોઈને જ વાંચન કરવાનું મન થઈ જાય તેમ છે.
લગભગ 8000 થી વધુ પુસ્તકો ધરાવતા આ પુસ્તકાલયમાં સ્નેહ થી ધોરણ 12 સુધીના અભ્યાસક્રમ ને લાગતા પુસ્તકોની સાથે અનેક સંદર્ભ ગ્રંથો પારદર્શક કાચના કબાટમાં સચવાયેલ છે.
શાળાના શિક્ષકો અને વિધાર્થીઓ પોતાને જરૂરી એવા સંદર્ભ પુસ્તકો પુસ્તકાલયમાંથી ખૂબ જ આસાનીથી મેળવી શકે છે.
અભ્યાસક્રમના પુસ્તકોની સાથે સાથે અહીં બાળવાર્તાઓ ,બોધકથાઓ ,નૈતિક મૂલ્યો ધરાવતી વાર્તાઓ ,ધાર્મિક ગ્રંથો ઐતિહાસિક પુસ્તકો, ગણિત -વિજ્ઞાન સંબંધી પુસ્તકો, વિશ્વકોશ તેમજ વ્યક્તિત્વ વિકાસને લગતા પુસ્તકોથી શોભતો આ વર્ગ સમગ્ર શાળાની યશકલગી સમાન છે.
પુસ્તકાલયમાં શાંતિ જળવાઈ રહે તે માટેના સૂચનો તેમજ ગ્રંથપાલની કુનેહથી પુસ્તકાલય તેનો સાચો અર્થ પ્રગટ કરે છે.
ખરેખર ,અમારી શાળાના પુસ્તકાલય વિશે અમને ખૂબ ગર્વની લાગણી અનુભવાય છે.
બે આધુનિક કમ્પ્યૂટર લેબ જેમાં દરેક બાળક દીઠ કમ્પ્યૂટરની સુવિધા
સંગીતના વિવિધ સાધનો જેમ કે તબલા,ઢોલક, હાર્મોનિયમ વગેરેથી સુસજજ સંગીત માટેનો અલાયદો ખંડ
નૃત્ય – સર્વાંગી વિકાસ માટેનું મહત્વનું કૌશલ્ય..પૂર્વ પ્રાથમિક વિભાગ થી ધો 5 માં સમયપત્રકમાં ફાળવેલ તાસ મુજબ નૃત્ય શિક્ષક દ્વારા નૃત્યની તાલીમ આપવામાં આવે છે.
પ્રોજેક્ટર સાથે ઓડિયો વીડિયો સિસ્ટમની સુવિધા ધરાવતો દૃશ્ય શ્રાવ્ય ખંડ
Science Laboratories (વિજ્ઞાન પ્રયોગશાળાઓ): અમારી શાળામાં અદ્યતન સાધનોથી સજ્જ રસાયણશાસ્ત્ર (Chemistry), ભૌતિકશાસ્ત્ર (Physics) અને જીવવિજ્ઞાનની (Biology) લેબ્સ ઉપલબ્ધ છે, જ્યાં વિદ્યાર્થીઓ પ્રાયોગિક જ્ઞાન મેળવે છે...
Read More ↓SCIENCE LABORATORIES
🧪 Chemistry Lab (રસાયણશાસ્ત્ર)
સાધનો:
- ડિજિટલ વેઇંગ સ્કેલ (વજન માપવા માટે)
- બ્યુરેટ, પીપેટ અને મેઝરિંગ સિલિન્ડર (ચોક્કસ માપન માટે)
- બીકર, કોનિકલ ફ્લાસ્ક અને ટેસ્ટ ટ્યુબ
- બન્સન બર્નર અને ટેસ્ટ ટ્યુબ હોલ્ડર, ત્રિપાઇ સ્ટેન્ડ વગેરે
મુખ્ય રસાયણો (Chemicals):
- એસિડ અને બેઇઝ: હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ
- વિવિધ ક્ષાર: કોપર સલ્ફેટ, પોટેશિયમ પરમેંગેનેટ, સોડિયમ ક્લોરાઇડ
- સૂચકો (Indicators): લિટમસ પેપર, ફીનોલ્ફથેલીન, મિથાઇલ ઓરેન્જ
🔭 Physics Lab (ભૌતિકશાસ્ત્ર)
આધુનિક ઉપકરણો - મુખ્ય સાધનો (Equipments):
- ઓપ્ટિકલ બેન્ચ, અંતર્ગોળ/બહિર્ગોળ અરીસા અને લેન્સ (પ્રકાશના પ્રયોગો માટે)
- પ્રિઝમ અને ગ્લાસ સ્લેબ
- ઇલેક્ટ્રિકલ સાધનો (એમીટર, વોલ્ટમીટર, ગેલ્વેનોમીટર, રિયોસ્ટેટ)
- વર્નિયર કેલિપર્સ, સ્ક્રુ ગેજ અને સ્ફિરોમીટર (સૂક્ષ્મ માપન માટે)
- પ્રિઝિઝન સ્ટોપવોચ અને લોલક (Pendulum)
🔬 Biology Lab (જીવવિજ્ઞાન)
મુખ્ય સાધનો:
- અદ્યતન કમ્પાઉન્ડ અને ડિજિટલ માઇક્રોસ્કોપ
- સ્લાઇડ પ્રોજેક્ટર અને ઇન્ટરેક્ટિવ હ્યુમન એનાટોમી ચાર્ટ્સ
- ડિસેક્શન બોક્સ (સ્લાઇડ બનાવવાના સાધનો)
- સ્પેશિમેન અને સ્લાઇડ્સ (Specimens & Slides)
- માનવ શરીરના વિવિધ તંત્રોના 3D મોડલ્સ (હૃદય, મગજ, કંકાલતંત્ર)
- વનસ્પતિ અને પ્રાણીકોષની તૈયાર માઇક્રોસ્કોપિક સ્લાઇડ્સ
- સાયન્સ સિલેબસ મુજબના સુરક્ષિત પ્રિઝર્વ્ડ નમૂનાઓ
શાળામાં મેદાની રમતો માટે વિશાળ મેદાન તેમજ આંતરિક રમતો માટે રમત ખંડ ઉપલબ્ધ છે.જ્યાં રમતના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ રમતોની તાલીમ આપવામાં આવે છે.
વિશાળ રૂમની સુવિધા
પુસ્તકાલયમાંથી સામાયિક, વાર્તાની પુસ્તકો, વર્તમાન પત્રની પૂર્તિઓ અને ટી એલ એમ પ્રવૃત્તિ અને સ્વ અનુભવ આધારિત ભાષા અને ગણન ખંડ સાથે સાથે આ વર્ષે નિયમિત વર્ગખંડોને પણ વિષય પ્રમાણે ફાળવ્યા છે.
દા. ત જે વર્ગખંડને ભાષાખંડ બનાવ્યો છે તેમાં ભાષાને લગતા TLM થી પ્રિન્ટ રિચ બનાવ્યો છે.જેથી ભાષાના તાસમાં બાળકો એ જ ખંડમાં જશે અને સહજપણે શીખવાના વાતાવરણ સાથે જોડાઈ શકશે.
સ્માર્ટ બોર્ડ ઇન્ટરેક્ટિવ ક્લાસ બનાવે છે તેની ટચસ્ક્રીનને કારણે, એક સાથે અનેક વિદ્યાર્થીઓ સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરી શકે છે. આનો અર્થ એ છે કે તેઓ એકબીજા સાથે સમસ્યાને ઉકેલવા માટે સાથે મળીને કામ કરી શકે છે.
બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને શાળામાં પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકો માટે સેન્ડપીટની સુવિધા આપવામાં આવી છે.